Monday 5 November 2012

જાણો, મોબાઇલ પર આવતા અનનોન-પ્રાઇવેટ કૉલ્સની ડિટેલ

દેશમાં મોબાઇલ યુઝર્સની સંખ્યા સતત વધી રહી છે. ભારત 96 કરોડના યુઝર્સની સાથે દુનિયાનો સૌથી મોટો મોબાઇલ યુઝર દેશ છે. એક-એકથી ચઢિયાતી મોબાઇલ ઓફર્સ, કેટલીય ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર કંપની અને સસ્તા કૉલિંગ તેના અગત્યના કારણોમાંથી એક છે. ત્યારે તેનો ફાયદો ઉઠાવતા યુઝર્સ પણ હવે 1 સિમની જગ્યાએ એક સાથે 2-2 સિમનો ઉપયોગ કરી રહ્યા છે.

પરંતુ વધતા મોબાઇલ યુઝર્સની વચ્ચે અજાણ્યા ફોન કોલ્સ અને મિસ્ડ કોલ્સની સંખ્યા પણ દિવસે દિવસે વધી રહી છે. આ વધતી સંખ્યાની વચ્ચે આજે અમે તમને બતાવા જઇ રહ્યા છીએ કે કઇ રીતે અજાણ્યા કોલ કરનારની ડિટેલ જાણી શકાશે. આગળની સ્લાઇડર પર ક્લિક કરીને પૂરી માહિતી જાણો.

મોબાઇલ પર આવનારા અનનોન કોલ્સ કેટલીય રીતે માથાનો દુખાવાથી ઓછા નથી. કેટલાંક મોબાઇલ યુઝર્સ પર આ અનનોન કોલ ભૂલથી આવે છે તો કેટલાંક પરેશાન કરવા માટે લોકો અનનોન કોલ્સ કરે છે. જોકે બંને પ્રકારની સ્થિતિઓમાં મોબાઇલ યુઝર પરેશાન જ થાય છે. એક સર્વેના મતે સૌથી વધુ અનનોન કોલ્સ મહિલાઓ અથવા છોકરીઓ પર જ આવે છે. આવનારા દિવસોમાં પરેશાન કરનાર આવા કોલ્સથી બચવા માટે આમ તો કેટલાંય ઉપાય છે. તેમાં મોબાઇલ ફોન સ્વિચ ઓફ કરી દેવો, ડાયવર્ટ કરી દેવો અને કોલ રિસીવ ન કરવો એ મુખ્ય છે. પરંતુ આ બધાથી અલગ પદ્ધતિ પણ છે.

મોબાઇલ પર અનનોન કોલ્સથી બચવાની પદ્ધતિ ટ્રુ કોલર છે. હવે તમે વિચારતા રહેશો કે આખરે આ ટ્રુ કોલર શું વસ્તુ છે. કયાં મળશે અને તેનો કઇ રીતે ઉપયોગ કરાય છે. તો ચલો આ પ્રશ્નોના જવાબ પણ અમે તમને આપી દઇએ. ટ્રુ કૉલર એક એવી એપ્લીકેશન જેની મદદથી તમે અનનોન કૉલ્સ કે મિસ્ડ કૉલ કરનારાનું લોકેશન જાણી શકો છો. સાથો સાથ તેની મદદથી તમે તેની વિરૂદ્ધ કાયદાકીય કાર્યવાહી પણ કરી શકો છો

0 comments:

Related Posts Plugin for WordPress, Blogger...

  © Blogger templates Newspaper III by Ourblogtemplates.com 2008

Back to TOP